ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાએ ૨૫૬ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર સરકારી સાયન્સ સ્કૂલ ઇમારતનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અદ્યતન ઇમારતમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી કોમ્પ્યુટર લેબ,લાઈબ્રેરી, કોન્ફરન્સ હોલ તથા પાંચ વર્ગ ખંડનું નિર્માણ કરવામાં આવશે. સરકારી ઉ.મા. સાયન્સ સ્કૂલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાએ કહ્યું કે,શિક્ષણ એ સમાજના ઘડતરનો અગત્યનો પાયો છે. તેમણે ઉમેર્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રકારનું શિક્ષણ ઘર આંગણે જ મળી રહે તે માટે પ્રતિબધ્ધ છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 3:35 પી એમ(PM)