ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ વેપાર અને ઔદ્યોગિક મેળાનો શુભારંભ કરાવ્યો

ભાવનગર ખાતે આજે કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-૨૦૩૦ અંતર્ગત વેપાર અને ઔદ્યોગિક મેળાનો શુભારંભ થયો. જવાહર મેદાન ખાતે આજથી ૬ જાન્યુઆરી સુધી યોજાનારા આ મેળાને ખુલ્લો મુકતા બાંભણીયાએ જણાવ્યું કે 5G જેવી ઉભરતી ટેક્નોલોજીઓ આવનારા દિવસોમાં આપણા ઉદ્યોગો અનેવ્યવસાયોને વધુ સ્પર્ધાત્મક બનાવશે. તેમણે ઉમેર્યું કે આવનારા દિવસોમાં ભાવનગર,મોટા ઉદ્યોગોનુ હબ બનશે.આ ઔદ્યોગિક મેળામાં ઊભા કરાયેલા અનેક પ્રકારના ઉદ્યોગોના સ્ટોલ્સની કેન્દ્રિય રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.ઉલ્લેખનીય છે કે, ભાવનગરના ઉદ્યોગોને વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડવા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ ઉદ્યોગમેળાનું આયોજન કરાયું છે.જેના થકી ભાવનગરમાં MSME,પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ,ફૂડ પ્રોસેસસીંગ, શિપિંગ, રોલિંગ મિલ્સ જેવા ઉદ્યોગો માટે વિશાળ તકોખુલ્લી થઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ