ભાવનગરમાં ડમ્પર ટ્રક સાથે ખાનગી બસ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, ત્રાપજ પાસે રાજમાર્ગ પર બંધ હાલતમાં એક ડમ્પર ટ્રક ઊભી હતી. દરમિયાન ખાનગી બસ તેની સાથે અથડાતા 6થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. જ્યારે 22થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. અને ઈજાગ્રસ્તે ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ પણ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 17, 2024 3:24 પી એમ(PM)
ભાવનગરમાં ડમ્પર ટ્રક સાથે ખાનગી બસ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં છ લોકોના મોત
