ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભાવનગરમાંથી વગર પરવાને કોસ્મેટિક સાબુ બનાવવાની ફેકટરી ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભાવનગર ખાતેથી વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. તેમજ શંકાસ્પદ કોસ્મેટિકના ચાર નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે ૬૦ હજાર રૂપિયાની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, કોસ્મેટિકના લાયસન્‍સ વગર લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી અંધશ્રધ્ધા ફેલાવવાનું કૃત્ય કરતા લોકો દ્વારા કોઇ પણ પ્રકારની જ્યોતિષી કરવા માટેની ડિગ્રી વગર જ લોકોને જ્યોતીષ માર્ગદર્શન પુરુ પાડી લોકોને છેતરવામાં આવે છે. આ ઉપરાંત ઓનલાઇન માધ્યમમાં ખોટો પ્રચાર કરી ઉત્પાદન અને વેચાણનું કૃત્ય થાય છે. જેની સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગાંધીનગર અને ભાવનગરની સંયુક્ત ટીમ દ્વારા ભાવનગરના મદદનીશ કમિશનરના માર્ગદર્શન હેઠળ ભાવનગર ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ