ભાવનગરની નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયનાં વિદ્યાર્થિની નયના સરવૈયા રણજી ટ્રોફી સમાન અંડર- 23 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી પામ્યાં છે. નયના સરવૈયાએ સંસ્કાર મંડળ ક્રિકેટ અકાદમીમાં વધુ તાલીમ લઈ રણજી ટ્રોફીની અંડર – 23ની ટીમમાં સ્થાન નિશ્ચિત કર્યું છે.ઉલ્લેખનીય છે કે, બેચલર ઑફ આર્ટ્સના બીજા વર્ષમાં ભણતાં નયના સરવૈયા બે વર્ષથી આંતર
વિશ્વવિદ્યાલયમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યાં છે. ડાબા હાથે બેટીંગ અને જમણા હાથે બોલિંગ કરતાં આ ખેલાડીનું સપનું ભારતીય ટીમમાં સામેલ થવાનું અને બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા- BCCIની પ્રીમિયર લીગ રમવાનો પણ છે.
Site Admin | ડિસેમ્બર 31, 2024 7:02 પી એમ(PM)