ભાવનગરના ડૉક્ટર તેજસ દોશીએ શહેરને પ્લાસ્ટિકમુક્ત કરવાની જવાબદારી ઉઠાવી છે. તેઓ છેલ્લા એક દાયકાથી સ્વચ્છતા હી સેવાના મંત્રને અનુસરીને આ માટે કામ કરી રહ્યા છે. તેમની કામગીરી જોઈને વર્ષ 2019માં તેમને ભાવનગર માટે ‘સ્વચ્છ ભારત મિશન – ભારત સરકાર’ના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવાયા છે.
ડૉ. તેજસ દોશીએ અગાઉ રસ્તા પરથી પ્લાસ્ટિકની કોથળીઓ દૂર કરવા કોટન બેગ અભિયાન ચલાવ્યું હતું, જે અંતર્ગત 2 વર્ષમાં એક લાખ 50 હજાર કાપડની થેલીઓનું વિતરણ કરીને 75 લાખ પ્લાસ્ટિકની કોથળીઓ રિસાયકલિંગ પ્લાન્ટમાં જમા થઈ હતી.