ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 16, 2025 9:24 એ એમ (AM)

printer

ભારત 2028માં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : માર્ગન સ્નેટલી

વૈશ્વિક નાણાકીય કંપની મોર્ગન સ્ટેનલીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2023માં ભારતીય અર્થતંત્ર 35 ટ્રિલિયન અમેરિકન ડોલરનું હતું અને 2026 સુધીમાં 47 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. મોર્ગન સ્ટેનલીના મતે, ભારતનું અર્થતંત્ર 2028 માં 57 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી વધશે અને તે જર્મનીને પાછળ છોડી દેશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત વિશ્વના સૌથી વધુ માંગ ધરાવતા ગ્રાહક બજાર તરીકે ઉભરી આવ્યું છે અને તેના વૈશ્વિક આર્થિક રેન્કિંગમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.
ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે આ અસાધારણ વૃદ્ધિ કોઈ સંયોગ નથી પરંતુ વર્ષોના દૂરંદેશી નેતૃત્વ અને સાહસિક આર્થિક સુધારાઓનું પરિણામ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પાર્ટીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો ત્યારથી.. ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘ડિજિટલ ઇન્ડિયા’ જેવી પહેલોએ ઔદ્યોગિક નવીનતાને વેગ આપ્યો છે, ગામડાઓને ઉત્પાદન કેન્દ્રોમાં અને શહેરોને સમૃદ્ધ આર્થિક કેન્દ્રોમાં પરિવર્તિત કર્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ