ભારત-સિંગાપોર વચ્ચે ટેકનોલોજી, આર્થિક, રાજદ્વારી અને વાણિજ્ય ક્ષેત્રમાં પરસ્પર સહયોગને મજબૂત બનાવવા માટે બીજી મંત્રી સ્તરીય ગોળમેજી બેઠક સોમવારે સંપન્ન થઈ. સિંગાપોરમાં યોજાયેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, ઉદ્યોગ અને વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ અને માહિતી ટેકનોલોજી તથા માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાગ લીધો હતો. ચારેય મંત્રીઓએ પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ અને રાષ્ટ્રપતિ ટી.શન્મુગુરત્નમ સાથે પણ અલગ અલગ મંત્રણા કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૂચિત સિંગાપોર યાત્રાના સંદર્ભમાં પણ આ બેઠકને મહત્વની માનવામાં આવે છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનાં આક્રમમ અભિગમને જોતાં સિંગાપોર ભારત સાથે પોતાનાં રાજદ્વારી અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.બેઠક બાદ ડોક્ટર એસ જયશંકરે એક્સ પર લખ્યું, અમે ડિજિટલ, કૌશલ્ય વિકાસ, હેલ્થકેર, કનેક્ટિવિટી અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવાં વિષયો પર વાત કરી. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બેઠકમાં નવી ટેકનોલોજી અને અન્ય અત્યાધુનિક ક્ષેત્ર પર ચર્ચા થઈ.
Site Admin | ઓગસ્ટ 27, 2024 2:25 પી એમ(PM) | ભારત-સિંગાપોર