ભારતીય અધિકારીઓ સાથે વેપાર અંગ વાટાઘાટ કરવા માટે આજે અમેરિકી અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાના સંદર્ભમાં થઈ રહીછે, જેમાં તેઓ ભારત સહિતના દેશો પર પ્રતિકૂળ ટેરિફ લાદવાનીવાત કરી રહ્યા છે. અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ટેરિફ, 2 એપ્રિલથી અમલમાં આવવાની શક્યતા છે,જેના કારણે ભારતીય નિકાસકારોમાં ચિંતા વધી રહી છે. ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ સંબંધિત મુદ્દાઓ ઉકેલવા અને દ્વિપક્ષીય વેપાર સોદા માટે માળખાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાતચીત ચાલી રહી છે. ભારતને આશા છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર તેને પ્રસ્તાવિત પ્રતિકૂળ ટેરિફમાંથી મુક્તિ આપી શકે છે.
Site Admin | માર્ચ 25, 2025 1:51 પી એમ(PM) | ભારત-અમેરિકા
ભારત સાથે વેપાર મંત્રણા કરવા માટે અમેરિકન અધિકારીઓનું પ્રતિનિધિમંડળ આજે ભારતની મુલાકાતે
