શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય મેચની શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે રમાઈ હતી. આ મેચ ટાઈમાં પરિણમી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (58 રન)અડધી સદીની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો.
યજમાન શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યું હતું. જેમાં શ્રીલંકાની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 230 રન બનાવીને ભારતને જીતવા માટે 231 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાના ઓપનર કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે ઇનિંગનો પ્રારંભ કર્યો હતો. રોહિત શર્માએ 58 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી બીજો શ્રેષ્ઠ સ્કોર અક્ષર પટેલ (33)નો હતો. ભારતીય ટીમ માત્ર 47.5 રન બનાવી શકી અને 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
આ અગાઉ શ્રીલંકા તરફથી ડ્યુનિથ વેલાલેગે સૌથી વધુ 67 રન નોંધાવ્યા હતા. જ્યારે ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસાંકાએ 75 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. બોલિંગમાં વાનિન્દુ હસરંગા અને ચરિત અસલંકાને ત્રણ-ત્રણ સફળતા મળી. ભારત તરફથી અર્શદીપ અને પ્રવાહને 2-2 સફળતા મળી હતી.
શ્રીલંકા માટે ઓલ રાઉન્ડ દેખવા કરનાર ડ્યુનિથ વેલાલેગેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.