પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત વૈશ્વિક ઊર્જા તરીકે તરીકે ઉભરી રહ્યું છે અને આ માટે દરેક ક્ષેત્રમાં ઊર્જાવાન નેતાઓની જરૂર છે. નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે સૉલ લીડરશીપ કૉન્કલૅવની પહેલી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું, રાષ્ટ્રનિર્માણ માટે નાગરિકોનો વિકાસ મહત્વનો છે.
શ્રી મોદીએ કહ્યું, સ્કૂલ ઑફ અલ્ટિમેટ લીડરશીપની સ્થાપના વિકસિત ભારતની યાત્રાની દિશામાં મહત્વનું પગલું છે.
આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત ભૂતાનના પ્રધાનમંત્રી દાશો ત્સેરિંગ તોબગેએ પોતાના સંબોધનમાં શ્રી મોદીની પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 2 દિવસનું આ સંમેલન એક મુખઅય મંચ તરીકે કામ કરશે, જ્યાં રાજનીતિ, રમતગમત, કળા અને માધ્યમો, આધ્યાત્મિક વિશ્વ, જાહેર નીતિ, વ્યવસાય અને સામાજિક ક્ષેત્ર જેવા વિવિધ ક્ષેત્રના નેતા પોતાની જીવનગાથાઓ રજૂ કરશે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 2:42 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ભારત વૈશ્વિક તાકાત તરીકે ઉભરી રહ્યું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
