ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2024 8:19 પી એમ(PM)

printer

ભારત વિવિધતા અને બહુલતા સાથે એક સુમેળભર્યા રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે – રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું કે, ભારત વિવિધતા અને બહુલતા સાથે એક સુમેળભર્યા રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે, આવા સમયે સમાજને વિભાજીત કરતા વલણોને નકારવા જોઈએ. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના સમાજિક જીવનના દરેક પાસાઓમાં સમાવેશી ભાવના વ્યાપેલી છે.
આ પ્રસંગે તેમણે બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકરને ટાંકીને કહ્યું કે, જ્યા સુધી સામાજિક લોકતંત્ર તેના પાયા પર ન હોય ત્યાં સુધી રાજકીય લોકશાહી ટકી શકે નહીં. શ્રી મુર્મુએ જણાવ્યું કે ભારત વાર્ષિક 8 ટકાના વિકાસ દર સાથે સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ