વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે જણાવ્યું હતું કે ભારત માટે, બહુ-ક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડી પહેલ – BIMSTEC તેની પાડોશી પ્રથમ , ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ અને ‘SAGAR’ યોજનાનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આજે નવી દિલ્હીમાં BIMSTEC વિદેશ મંત્રીઓની બીજા સમેલન સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ દિશામાં થઈ રહેલા તમામ પ્રયાસોમાં બંગાળની ખાડી ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
વિદેશ મંત્રીએ કહ્યું કે સંમેલનના પહેલા ભાગમાં , વેપાર વ્યાપાર, સ્વાસ્થ્ય અને અવકાશ, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અંગે ચર્ચા કરવામાં આવશે.
Site Admin | જુલાઇ 11, 2024 8:20 પી એમ(PM) | BIMSTEC