સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જાપાનના સંરક્ષણ મંત્રી જનરલ નિકટાની સાથે લાઓસની રાજધાની વિએન્ટિયનમાં મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું કે જનરલ નિકટાની સાથેની તેમની મુલાકાત ઘણી સારી રહી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો વચ્ચે વધુ સારી ભાગીદારી ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
શ્રી સિંહ ફિલિપાઈન્સના સંરક્ષણ સચિવ ગિલ્બર્ટો ટીઓડોરોને પણ મળ્યા હતા. તેમણે કહ્યું, ફિલિપાઈન્સ અમારી એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેમણે કહ્યું કે, ભારત ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ છે.
Site Admin | નવેમ્બર 22, 2024 2:38 પી એમ(PM) | સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ