ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભારત દેશમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સલામતી, સુરક્ષા અને સુખાકારીને ઉચ્ચ પ્રાથમિકતા અપાય છે :વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત દેશમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સલામતી, સુરક્ષા અને સુખાકારીને ઉચ્ચ પ્રાથમિકતા અપાય છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે નેપાળી છોકરીના મૃત્યુનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ, વિદેશ મંત્રાલયે આ મામલો ઓડિશા સરકાર અને KIIT સમક્ષ ઉઠાવ્યો હતો.અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું કે મંત્રાલય નેપાળી અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છે. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ઓડિશા પોલીસે આરોપીઓ સહિત અનેક લોકોની ધરપકડ કરી છે અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ