ભારત તેના પ્રયત્નો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે એમ નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ સંયુક્ત રાષ્ટ્રમાં જણાવ્યું હતું.ઉચ્ચ સ્તરીય રાજકીય મંચ, HLPFની સામાન્યચર્ચામાં ટકાઉ વિકાસ અને સર્વસમાવેશી વૃદ્ધિ માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મુકતાશ્રી બેરીએ જણાવ્યું હતું કે, ભારતે સામાજિક સલામતીનું મજબૂતમાળખું તૈયાર કર્યું છે. આ ઉપરાંત, પ્રાકૃતિક અને માનવસર્જિતદુર્ઘટનાઓમાં સ્થાનિક અને રાષ્ટ્રીય પ્રતિસાદની પ્રણાલિ પણ વધુ મજબૂત બનાવી છે.તેમણે જણાવ્યું કે, બહુ-પરિમાણિય ગરીબી સૂચકાંકમાં ભારત 2030નીસમયમર્યાદાની ઘણી પહેલાં 1.2નો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં છે.
Site Admin | જુલાઇ 16, 2024 8:10 પી એમ(PM) | નીતિ આયોગ
ભારત તેના પ્રયત્નો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે :નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી
