ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 3, 2025 2:27 પી એમ(PM) | પ્રથમ ઈનિંગ

printer

ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારત પ્રથમ ઈનિંગમાં 185 રને ઓલ આઉટ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માં, ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં,ભારત પહેલી ઇનિંગમાં ૧૮૫ રને ઓલ આઉટ થયું.ભારત તરફથી રિષભ પંતે ૪૦,રવીન્દ્ર જાડેજા એ ૨૬, બૂમરાહ ૨૨ અને કોહલીએ ૧૭ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફ થી સ્કોટ બોલેન્ડે ૪,સ્ટોક ૩ અને કમિન્સે ૨ વિકેટો ઝડપી હતી. રમતના અંતે મુજબ ઓસ્ટ્રેલીયાએ તેની પહેલી ઈનિંગમાં ૧ વિકેટે ૯ રન બનાવી લીધા છે.ઉલ્લેખનીય છે કે,ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતને હરાવી શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવાની આશા જીવંત રાખવા માટે ભારત માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ