મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારત ઉડ્ડયન ઈકોસિસ્ટમનું મજબૂત આધાર સ્તંભ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટના પ્રારંભે શ્રી પટેલે આમ જણાવ્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું કે વૈશ્વિક પુરવઠા કડીમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરીજીનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો ગુજરાતમાં આકર્ષાય છે.
આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ જણાવ્યું કે ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને પોલિસી ડ્રીવન ગવર્નન્સથી વિકાસનું ગ્રોથ એન્જિન બન્યુ છે.
Site Admin | માર્ચ 7, 2025 6:58 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ભારત ઉડ્ડયન ઈકોસિસ્ટમનું મજબૂત આધાર સ્તંભ છે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
