ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 13, 2024 8:28 પી એમ(PM)

printer

ભારત આ વર્ષે 20મીથી 24મી નવેમ્બર દરમિયાન ગોવામાં પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ, WAVESની યજમાની કરશે

ભારત આ વર્ષે 20મીથી 24મી નવેમ્બર દરમિયાન ગોવામાં પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ, WAVESની યજમાની કરશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આજે દિલ્હીમાં કર્ટેઇન રેઈઝર ઈવેન્ટને સંબોધતા કહ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા ફિલ્મ નિર્માણ કરતાં દેશોમાંનો એક દેશ છે. તેમણે કહ્યું કે WAVES એ ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગના ભાવિને ઘડનારી ઘટના હશે.
સભાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, WAVES ભારતના મનોરંજન ઉદ્યોગના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે કહ્યું હતું કે, મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં વધુ નોકરીઓનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મીડિયા સેક્ટરમાં IP અધિકારોનું ઘણું મૂલ્ય છે અને સરકાર IP અધિકારોના રક્ષણ માટે ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ