ભારત આવતીકાલે ત્રીજા વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સંમેલનની મેજબાની કરશે. આ સંમેલનમાં દક્ષિણ એશિયાઈ પડકારો અંગે અગાઉની પરિષદોમાં થયેલી ચર્ચાને આગળ વધારવામાં આવશે.
આ પડકારોમાં સંઘર્ષ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા કટોકટી, આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે. સંમેલનમાં દક્ષિણ એશિયાઈ દેશોના પડકારો, પ્રાથમિકતાઓ વિશે પણ ચર્ચા થશે.
મંત્રાલયે કહ્યું કે, અગાઉના બે સંમેલનની જેમ આ સમ્મેલનનું પણ વર્ચ્યુઅલ માધ્યમથી આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 2:09 પી એમ(PM) | વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સંમેલન