ભારત આજે વિશ્વના સૌથી મોટા પર્યાવરણીય આંદોલન અર્થ અવરમાં જોડાશે. દર વર્ષે માર્ચમહિનામાં રાત્રે સાડા આઠ વાગ્યાથી સાડા નવ વાગ્યા સુધી અર્થ અવરનું આયોજન કરવામાં આવેછે. આ સમયદરમિયાન વિશ્વભરનાલોકો બિનજરૂરી લાઇટો બંધ કરી દે છે. આ વર્ષનો કાર્યક્રમ વધુ મહત્વપૂર્ણ છે કારણ કેઆજેવિશ્વ જળ દિવસ પણ ઉજવાઇ રહ્યોછે. ભારતમાં પ્રતિષ્ઠિતસ્થળો, સ્મારકો, જાહેર અને ખાનગી સંસ્થાઓ, વ્યવસાયો અને સમુદાયો આ કાર્યક્રમમાં એકસાથે ભાગ લેશે. આ વર્ષના અર્થ અવરનો વિષય – પાણી પ્રત્યેસભાન બનો, પાણી સંરક્ષણ અને ટકાઉ આવશ્યક્તાની તાત્કાલિકજરૂરિયાત પર ભાર મૂકે છે. અર્થ અવર સૌપ્રથમ 2007 માં ઓસ્ટ્રેલિયાનાસિડનીમાં સિડની મોર્નિંગ હેરાલ્ડના સહયોગથી શરૂ કરવામાં આવ્યો હતો.
Site Admin | માર્ચ 22, 2025 1:25 પી એમ(PM)
ભારત આજે વિશ્વના સૌથી મોટા પર્યાવરણીય આંદોલન અર્થ અવરમાં જોડાશે
