ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સહિત ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા

ભારત અને સિંગાપોર વચ્ચે આજે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ તકનીકી અને ભારત-સિંગાપોર સેમિ-કન્ડક્ટર ઇકો-સિસ્ટમ ભાગીદારી એમ ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા છે. બંને દેશ ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસીને વધુ મજબૂત બનાવવા માટે વ્યાપક વ્હૂયાત્મક ભાગીદારી કરવા સંમત થયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના તેમના સમકક્ષ લૉરેન્સ વૉન્ગ વચ્ચેની પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે….
(બાઈટ –પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી)
બંને દેશના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે સમીક્ષા કરી હતી. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારતીય અર્થતંત્રમાં આશરે 160 અબજ અમેરિકી ડૉલરના રોકાણ સાથે સિંગાપોર તેના માટે અગ્રણી આર્થિક ભાગીદાર છે. તેમણે ઉંમેર્યું,, ભારતમાં ઝડપી અને સતત વૃદ્ધિએ સિંગાપોરની કંપનીઓ માટે રોકાણની વિપુલ તક છે.
દરમિયાન બંને દેશના નેતાઓએ સંરક્ષણ અને સુરક્ષા, દરિયાઈ જાગૃતિ, શિક્ષણ, કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I., ફિનટેક, નવીતકનીકી, વિજ્ઞાન અને તકનીક તેમ જ જ્ઞાન અંગેની ભાગીદારીની સમીક્ષા કરી હતી. વર્ષ2025માં બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધને 60 વર્ષ પૂર્ણ થવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઉપરાંત બંને નેતાઓએ ભારત- આશિયાન સંબંધ, ભારત પ્રશાંત માટે ભારતનું લક્ષ્ય સહિતના પરસ્પર હિતના મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
શ્રી મોદીએ ઉંમેર્યું, સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના સાડા ત્રણ લાખ જેટલા લોકો સંબંધોને મજબૂત પાયો છે. શ્રી મોદીએ એ પણ જાહેરાત કરી કે, ભારતનું પ્રથમ તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર સિંગાપોરમાં ખોલવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ