ભારત અને શ્રીલંકાએ, બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારીને મજબૂત બનાવતા, શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતના પોલીસ સ્ટેશનોને 80 સિંગલ કેબ સપ્લાય કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી કરાર પર ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝા અને શ્રીલંકાના જાહેર સુરક્ષા સચિવ D.W.R.B. સેનેવિરત્ને દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પહેલનો હેતુ નાગરિકોની સલામતી વધારવા અને કાયદાના અમલીકરણમાં સુધારો કરવાનો છે. આ પ્રોજેક્ટ શ્રીલંકામાં ભારતના વ્યાપક લોકો-કેન્દ્રિત વિકાસ સહયોગ પ્રયાસોનો એક ભાગ છે, જે આવાસ, આરોગ્ય, શિક્ષણ અને કૃષિ જેવા ક્ષેત્રોને આવરી લે છે. આ પહેલ સ્થાનિક જરૂરિયાતોને સંતોષવા અને શ્રીલંકા સરકારની પ્રાથમિકતાઓને ટેકો આપવા માટેની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
Site Admin | જાન્યુઆરી 15, 2025 7:45 પી એમ(PM) | india shrilanka | police station