પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકેની ઉપસ્થિતિમાં સંરક્ષણ સહકાર, આરોગ્ય અને ચિકિત્સા સહિતના ક્ષેત્રમાં સમજૂતી કરાર કરાયા. જ્યારે ઊર્જા ક્ષેત્રમાં ભારત, સંયુક્ત આરબ અમિરાત- U.A.E. અને શ્રીલંકા વચ્ચે સમજૂતી કરાર કરાયા. શ્રી મોદી અને શ્રી દિસાનાયકે-એ વિકાસ પરિયોજનાઓનું વર્ચ્યૂઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ અંગે શ્રી મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ પુરસ્કાર મારા માટે જ નહીં પણ 140 કરોડ ભારતીયો માટે સન્માનની વાત છે. શ્રી મોદીએ જણાવયું કે, ભારત સરકાર સબ કા સાથ સબકા વિકાસનાં દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને પડોશી શ્રીલંકાનાં લોકોની સાથે છે.
બે દિવસના પ્રવાસે શ્રીલંકા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે કૉલમ્બોના સ્વતંત્રતા ચોક પર ભવ્ય સ્વાગત કરાયું. શ્રી મોદીને ગાર્ડ ઑફ ઑનર આપી સન્માનિત કરાયા હતા. શ્રીલંકાના ઇતિહાસમાં પહેલી વાર આવા પ્રતિષ્ઠિત સ્થળ પર કોઈ વિદેશી રાજકીય અતિથિને આવું સન્માન અપાયું છે.
Site Admin | એપ્રિલ 5, 2025 2:25 પી એમ(PM)
ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક સમજૂતી કરાર – પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ પુરસ્કાર એનાયત.
