ભારત અને વેસ્ટ-ઈન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે. આ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે.
ટવેન્ટી-ટ્વેન્ટી શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતવા પ્રયત્ન કરશે. મંધાનાએ ટી-20 શ્રેણીમાં સતત ત્રણ વાર 50થી રન બનાવ્યા છે, જે દ્વિપક્ષી શ્રેણીમાં ભારતીય મહિલા ખેલાડીનો એક વિક્રમ છે.
Site Admin | ડિસેમ્બર 22, 2024 8:50 એ એમ (AM)