ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટની ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે ગુજરાતના વડોદરામાં રમાશે. આ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે.
ટી-ટ્વેન્ટી શ્રેણીમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન બાદ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતવા પ્રયત્ન કરશે. મંધાનાએ T- 20 શ્રેણીમાં સતત ત્રણ વાર 50 થી રન બનાવ્યા છે, જે દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતીય મહિલા ખેલાડી માટે એક રેકોર્ડ છે.