ભારત અને રશિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની ગઈકાલે 78મી વર્ષગાંઠ હતી. રશિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભારત સાથે મૈત્રી સંબંધ સતત વધતા રહેશે. રશિયાના વિદેશ મંત્રાલયે ટેલિગ્રામ પર શૅર કરેલા સંદેશમાં ભારતને શુભેચ્છાઓ પાઠવી અને દ્વિપક્ષી સંબંધો મજબૂત થવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો.
રશિયાએ ભારતની સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ફરી એક વાર કહ્યું, તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદનું સમર્થન કરે છે.
રશિયાએ ભારતની સાથે ગાઢ વેપાર સંબંધોનો પણ સ્વીકાર કર્યો, જે આ વર્ષે આઠ અબજ અમેરિકી ડૉલરને વટાવી ગયો છે. રશિયાએ જણાવ્યું, ભારતની સાથે પરમાણું ઊર્જાનું પણ મહત્વ છે અને આ દિશામાં કુંડકુલમ્ પરમાણુ વિદ્યુત સંયંત્ર પરિયોજનામાં સહકાર એક મહત્વનું ક્ષેત્ર છે.
Site Admin | એપ્રિલ 14, 2025 6:18 પી એમ(PM)
ભારત અને રશિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની ગઈકાલે 78મી વર્ષગાંઠ હતી
