ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 6:48 પી એમ(PM)

printer

ભારત અને મલેશિયા, આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા માટે સહમત થયા  છે

ભારત અને મલેશિયા, આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા માટે સહમત થયા  છે.ભારત અને મલેશિયા એ, પ્રથમ સત્તાવાર સ્તરની સુરક્ષા વાટાઘાટોમાં આતંકવાદ અને કટ્ટરપંથીનો સામનો કરવા માટે ખભેખભા મિલાવીને કાર્યકરવા માટે સંમતિ દર્શાવી છે.ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને મલેશિયાના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ડાયરેક્ટર જનરલ રાજા દાતો નુશિરવાન બિન જૈનલ આબિદિન દ્વારા સુરક્ષા વાટાઘાટો ની સહ-અધ્યક્ષતા, કરવામાં આવી હતી. બંને દેશોએ પરસ્પર સંબંધોને લગતા છ કરારો પર પણ હસ્તાક્ષર કર્યા હતા. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, સુરક્ષા વાટાઘાટો દરમિયાન, બંને પક્ષોએ વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષા વાતાવરણ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને સુરક્ષા, સંરક્ષણ અને દરિયાઈ ક્ષેત્રોમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી. બંને પક્ષો આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા, સાયબર સુરક્ષા, સંરક્ષણ ઉદ્યોગ અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ વધારવા સંમત થયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ