ભારત અને મલેશિયાએ શ્રમ અને રોજગાર, આયુર્વેદ, પરંપરાગત દવાઓ, ડિજિટલ ટેકનોલોજી, સંસ્કૃતિ, પર્યટન અને રમતગમત ક્ષેત્રોમાં સહકાર ક્ષેત્રે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
બંને દેશોએ જાહેર વહીવટ, વહીવટી સુધારણા અને પરસ્પર સહયોગના ક્ષેત્રમાં પણ કરારો કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મલેશિયાના સમકક્ષ દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ વચ્ચે આજે નવી દિલ્હીમાં યોજાયેલી પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
બાદમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત અને મલેશિયાએ તેમની વ્યાપક રણનિતી ભાગીદારીને વધારવાનો નિર્ણય લીધો છે. આસિયાન અને ભારત-પ્રશાંત દેશોમાં મલેશિયા ભારત માટે મહત્વનો ભાગીદાર છે.
આ પ્રસંગે મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમે જણાવ્યું કે, બંને દેશોએ હજુ અનેક વેપારી ક્ષેત્રોને ચકાસવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, ભારત ભવ્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને સભ્યતા ધરાવતો મહત્વપૂર્ણ અને મહાન દેશ છે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 7:50 પી એમ(PM) | પ્રધાનમંત્રી