રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, ભારત અને મલાવી સુમેળભર્યા અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. આજે સાંજે મલાવીના લિલોંગવેમાં ભારત-મલાવી વેપાર સંમેલનને સંબોધતા રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે, 1964માં સ્વતંત્રતા મળ્યા બાદ મલાવી સાથે રાજદ્વારી સંબંધો સ્થાપનારા પ્રારંભિક દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત હાલમાં મલાવીને ચોથો મોટો વ્યાપાર ભાગીદાર છે અને ભારત પણ મલાવીમાં સૌથી વધુ રોકાણ કરનારા દેશોમાંનો એક છે. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત અને મલાવી સાથે મળીને અનેક ક્ષેત્રોમાં સહયોગ સાધી શકે છે.
અગાઉ રાષ્ટ્રપતિ ત્રણ આફ્રિકન દેશોની એક સપ્તાહની યાત્રાના અંતિમ તબક્કામાં મલાવી પહોંચ્યા હતા. ભારતના કોઈ રાષ્ટ્રપતિની મલાવીની આ પ્રથમ મુલાકાત છે. તેઓ મલાવીના ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને ત્યાં રહેતા ભારતીય મુળનાં લોકો સાથે સંવાદ કરશે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 7:38 પી એમ(PM) | રાષ્ટ્રપતિ