ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન,
હવાની ગુણવત્તા, વન, વન્યજીવન વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સાથે મળીને કામ
કરવા સંમત થયા છે.ભૂટાનના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનનું એક
પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી કીર્તિ
વર્ધન સિંહને મળ્યું. બંને નેતાઓએ હવાની ગુણવત્તા, આબોહવા પરિવર્તન, જંગલો, કુદરતી
સંસાધનો, વન્યજીવન અને પુનઃપ્રાપ્ય ઉર્જા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. શ્રી સિંહે
ભારતની વૈશ્વિક પહેલ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જોડાવા બદલ ભૂટાનના મંત્રીનો
આભાર માન્યો હતો.
Site Admin | જુલાઇ 12, 2024 3:04 પી એમ(PM)