ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 21, 2024 2:35 પી એમ(PM)

printer

ભારત અને બ્રાઝિલે ઉર્જા ક્ષેત્રમાં ચાલી રહેલા સહકાર અને દ્વિપક્ષીય વેપારમાં પરસ્પર ફાયદાકારક સંબંધો અને ટકાઉ ઇંધણ, ખાસ કરીને બાયોફ્યુઅલમાં જોડાણની સમીક્ષા કરી

ભારત અને બ્રાઝિલે ઉર્જા ક્ષેત્રમાં ચાલી રહેલા સહકાર અને દ્વિપક્ષીય વેપારમાં પરસ્પર ફાયદાકારક સંબંધો અને ટકાઉ ઇંધણ, ખાસ કરીને બાયોફ્યુઅલમાં જોડાણની સમીક્ષા કરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી અને બ્રાઝિલના ખાણ અને ઉર્જા મંત્રી એલેક્ઝાન્ડ્રે સિલ્વેરાની બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે.
શ્રી પુરી ગુરુવારથી બ્રાઝિલની ત્રણ દિવસની મુલાકાતે છે. બેઠક દરમિયાન, બંને પક્ષોએ બ્રાઝિલમાં ભારતીય કંપનીઓની હાજરી વધારવા માટે સંભવિત તકોને ઓળખવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમાં રોકાણની નવી તકોનો પણ સમાવેશ થશે. બંને નેતાઓએ ભારત અને બ્રાઝિલ વચ્ચે વેપાર વધારવા માટે નવીનતાઓ દ્વારા નવા રસ્તાઓ શોધવા અંગે પણ વાત કરી હતી.
બંને દેશોએ આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર ઈન્ડિયા એનર્જી વીક 2025માં ઈન્ડિયા-બ્રાઝિલ ક્લીન કૂકિંગ મિનિસ્ટ્રીયલ મીટિંગનું આયોજન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ પરિષદનો ઉદ્દેશ્ય રસોઈ માટે સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરવા માટે સહયોગી માર્ગો શોધવાની તક પૂરી પાડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ