ભારત અને બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ ગઈકાલે સારાજેવોમાં 4થી વિદેશ પરામર્શ મુલાકાત – FOC યોજી હતી.
વિદેશ મંત્રાલય એ કહ્યું કે બંને દેશોએ આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની વ્યાપક સમીક્ષા કરી હતી. રાજકીય સંબંધો, વેપાર અને રોકાણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં સહકાર, સાંસ્કૃતિક સંબંધો અને પર્યટનમાં થયેલી પ્રગતિ સહિત વિવિધ મુખ્ય વિષયો પર ચર્ચાઓ કેન્દ્રિત હતી. બંને પક્ષો પરામર્શ મુલાકાતની આગામી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજવા પર પણ સંમત થયા હતા.
Site Admin | નવેમ્બર 29, 2024 9:27 એ એમ (AM)