ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ કાનપુરમાં રમાઈ રહી છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ બાંગ્લાદેશે અત્યાર સુધીમાં બે વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા છે.
આ પહેલા ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. નાહિદ રાણા અને તસ્કીન અહમદની જગ્યાએ તૈજુલ ઇસ્લામ અને ખાલિદ અહમદ મેચ રમશે. ચેન્નઈમાં પહેલી ટેસ્ટમાં હરાવ્યા બાદ ભારતીય ટીમનું લક્ષ્ય હવે બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કરવાનો હશે. પહેલી ટેસ્ટમાં રોહિત શર્માની ટીમે 280 રનના અંતરથી જીત નોંધાવી પહેલા જ એક—શૂન્યની સરસાઈ મેળવી લીધી છે. હાલમાં મેદાન ભીનું હોવાને કારણે મેચ અટકાઇ દેવાઇ છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 2:29 પી એમ(PM) | ક્રિકેટ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અત્યાર સુધીમાં બે વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા
