ભારત અને બાંગ્લાદેશ આજે પોતપોતાના દેશોમાં જેલમાં બંધ 185 માછીમારો અને તેમના જહાજો ની પરસ્પર આપ-લે કરશે. બાંગ્લાદેશ 95 ભારતીય માછીમારોને ભારતીય સત્તાવાળાઓને સોંપશે. જ્યારે ભારત ની જેલમાં બંધ 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરાશે. ભારતમાં પકડાયેલી બે બાંગ્લાદેશી બોટ અને બાંગ્લાદેશમાં પકડાયેલી છ ભારતીય બોટ પણ સોંપાશે.
અગાઉ ગુરુવારે બાંગ્લાદેશ સત્તાવાળાઓ બે મહિનાથી વધુ સમયથી તેમની જેલમાં બંધ 95 ભારતીય માછીમારોને મુક્ત કરી બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડને સોંપ્યા હતા, જેથી પ્રત્યાર્પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.
Site Admin | જાન્યુઆરી 5, 2025 2:12 પી એમ(PM)