ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 22, 2024 7:43 પી એમ(PM) | પોલેન્ડ

printer

ભારત અને પોલેન્ડે તેમના સંબંધો વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિતિ કરવાનો નિર્ણય લીધો

ભારત અને પોલેન્ડે તેમના સંબંધો વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિતિ કરવાનો નિર્ણય લીધો છે. પોલેન્ડની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ આજે પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે વોરસોમાં પ્રતિનિધિસ્તરની બેઠક બાદ આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેના 70 વર્ષના રાજદ્વારી સંબંધો એ લોકશાહી અને કાયદાના નિયમો તથા મૂલ્યો આધારિત છે. ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં શ્રી ડોનાલ્ડ ટસ્કની ભૂમિકાને પ્રધાનમંત્રીએ બિરદાવા હતી. શ્રી મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં યુક્રેન સંઘર્ષ વખતે ભારતીય વિદ્યાર્થીઓને બચાવવામાં પોલેન્ડે ભજવેલી ભૂમિકાને કયારેય ભૂલી શકાશે નહિં. શ્રી મોદીએ ઉદ્યોગ ક્ષેત્રે ભારતીય કંપનીઓ સાથે કામગીરી સઘન બનાવવા પોલેન્ડની કંપનીઓને આમંત્રણ આપ્યું હતું.
યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો બધા માટે ચિંતાનો વિષય છે. એમ જણાવીને શ્રી મોદીએ કહ્યું કે, કોઇપણ સમસ્યાનો ઉકેલ યુદ્ધ મેદાનમાં આવી શકે નહીં. તેવું ભારત દ્રઢપણે માને છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે વોરસોમાં વિધિવત સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી ડોનાલ્ડ ટસ્ક ઉપસ્થિત રહેશે. ત્યારબાદ શ્રી મોદી સૈનિકોના સ્મારક ખાતે પુષ્પચક્ર અર્પણ કરીને શહીદ જવાનોને અંજલિ આપશે.
બે દેશોની મુલાકાતના બીજા અને અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે યુક્રેન પહોંચશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ