ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓ પરના હુમલા અટકાવવા અંગેના કરાર હેઠળ બંને દેશોએ આજે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓની યાદીની આપ-લે કરી હતી. આ દસ્તાવેજોની નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં વિવિધ રાજદ્વારી માધ્યમો દ્વારા આપ-લે કરવામાં આવી હતી. બંને દેશોએ આ સંબંધમાં 31 ડિસેમ્બર 1988ના રોજ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે 27 જાન્યુઆરી 1991થી અમલમાં આવ્યો હતો. જેમાં બંને દેશો દર વર્ષની પહેલી જાન્યુઆરીના રોજ કરાર હેઠળ આવરી લેવાતા પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની એકબીજાને જાણ કરે છે.
Site Admin | જાન્યુઆરી 1, 2025 6:48 પી એમ(PM) | પરમાણુ