ભારત અને પાકિસ્તાને આજે નાગરિક કેદીઓ અને માછીમારોના નામોની યાદીની આપ-લે કરી. વિદેશમંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતે પાકિસ્તાનને 366 નાગરિક કેદીઓ તેમજ 86 માછીમારોના નામ આપ્યા છે. જ્યારે પાકિસ્તાને ભારતને 43 નાગરિક કેદીઓ અને 211માછીમારોના નામ સોંપ્યા છે. વર્ષ 2008માં દ્વીપક્ષીય સમજૂતી અંતર્ગત બંને દેશો પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈએ આ યાદીની આપ-લે કરે છે. ભારતે પાકિસ્તાની જેલમાં રહેલા નાગરિકો અને માછીમારો તેમજ તેમનીબોટને ઝડપથી મુક્ત કરવા પાકિસ્તાનને અપીલ કરી છે.
Site Admin | જુલાઇ 1, 2024 8:04 પી એમ(PM) | પાકિસ્તાન | ભારત | માછીમારો