ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગ્લુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે દિવસના અંત સુધીમાં ભારતે 3 વિકેટ ગુમાવી 231 રન બનાવી લીધા હતા. ત્રીજા દિવસની રમત પુરી થતા સમયે સરફરાઝખાન 70 રને અણનમ રહ્યો હતો જયારે વિરાટ કોહલી દિવસના અંતિમ બોલે આઉટ થતાં મેચ રોમાંચક મોડ પર પહોંચી છે. આ ટેસ્ટમાં ભારત હજુ પણ ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવથી 125 રન પાછળ છે. ન્યુઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે બે અને ગ્લેન ફિલિપ્સે એક વિકેટ લીધી હતી.
દિવસની શરૂઆતમાં, મહેમાન ટીમે તેમની પ્રથમ ઇનિંગમાં 402 રનનો વિશાળ કુલ સ્કોર બનાવ્યો હતો. ભારત હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગમાં ટોચ પર છે, જ્યારે ન્યુઝીલેન્ડ છઠ્ઠા સ્થાને છે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 9:53 એ એમ (AM)