ભારત અને થાઈલેન્ડ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રી-2024 થાઈલેન્ડના તાક પ્રાંતમાં ચાલી રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ સૈન્ય સહયોગને પ્રોત્સાહન આપવા અને બંને દેશોની કાર્યકારી ક્ષમતાઓને વધારવા માટે આ કવાયત મહત્વપૂર્ણ છે. સંરક્ષણ જનસંપર્ક કાર્યાલયની એક પ્રેસ રિલીઝ અનુસાર, બંને દેશોના સૈનિકો તાલીમ સત્રોમાં ભાગ લઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, બળવા વિરોધી અને આતંકવાદ વિરોધી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
આ કવાયત આ મહિનાની 15 તારીખ સુધી ચાલશે. તેનો ઉદ્દેશ્ય ભારત અને થાઈલેન્ડની સેનાઓ વચ્ચે કાર્યકારી સંકલનને વધુ વધારવાનો છે.
Site Admin | જુલાઇ 8, 2024 2:25 પી એમ(PM) | થાઈલેન્ડ | સંયુક્ત લશ્કરી કવાયત