પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને થાઇલેન્ડ 2 હજાર વર્ષ કરતાં વધુ સમયથી ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે.
થાઇલેન્ડમાં આયોજિત એક સંવાદ કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારતની એક્ટ ઇસ્ટ નીતિ અને થાઇલેન્ડની એક્ટ વેસ્ટ નીતિ એકબીજાના પૂરક છે, જે પરસ્પર પ્રગતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.
તેમણે કહ્યું કે, આ પરિષદ બંને દેશો વચ્ચેની મિત્રતામાં વધુ એક સફળ ભાગીદારીનું પ્રતીક છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભાર મૂક્યો કે, થાઇલેન્ડ સમૃદ્ધ સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસો ધરાવે છે. તે એશિયાની સહિયારી દાર્શનિક અને આધ્યાત્મિક પરંપરાઓનું એક સુંદર ઉદાહરણ છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 2:20 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ભારત અને થાઇલેન્ડ 2 હજાર વર્ષ કરતાં વધુ સમયથી ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
