ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરિઝ 6 થી 14 જુલાઈ દરમિયાન હરારેના સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. ઝિમ્બાબ્વેએ શ્રેણી માટે તેની સત્તર સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડી અને અનુભવી બેટ્સમેન સિકંદર રઝા યુવા ટીમનું નેતૃત્વ કરશે. ઝિમ્બાબ્વેએ બેલ્જિયમમાં જન્મેલા એન્તુમ નકવીનું નામ પણ અસ્થાયી રૂપે ટીમમાં રાખ્યું છે, કારણ કે તેની નાગરિકતાની સ્થિતિની પુષ્ટિ હજુ બાકી છે.
બીજી તરફ, ભારતે ઝિમ્બાબ્વે સામે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય ટીમમાં ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને અન્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે. બીસીસીઆઈના સચિવ જય શાહે માધ્યમોને જણાવ્યું હતું કે વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયા સાથે કોચ તરીકે ઝિમ્બાબ્વે જશે, પરંતુ નવા કોચ શ્રીલંકા શ્રેણીથી જોડાશે. ટીમ ઇન્ડિયાના કોચ અને પસંદગીકાર બંનેની નિમણૂંક ટૂંક સમયમાં કરવામાં આવશે
Site Admin | જુલાઇ 2, 2024 3:50 પી એમ(PM) | t-20