ભારત અને જાપાનના મંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંવાદ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, જાપાનના સંરક્ષણ મંત્રી કિહારા મિનોરુ અને વિદેશ મંત્રી યોકો કામાકાવા આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં મંત્રીઓ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે નવી તકો અંગે ચર્ચા કરશે
Site Admin | ઓગસ્ટ 20, 2024 2:30 પી એમ(PM) | દ્વિપક્ષીય સંવાદ