ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 8, 2024 8:00 પી એમ(PM) | ભારત અને જર્મની

printer

ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ સહયોગ વધુ મજબૂત બનાવવવા બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે સહમતી

રક્ષણ પ્રધાનરાજનાથ સિંહે, મંગળવારે જર્મનીનાસંરક્ષણમંત્રી બોરિસ પિસ્ટોરિયસ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ હવાઈ અને દરિયાઈક્ષેત્રમાં કવાયત અને સંરક્ષણ સહયોગ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી અને બંને દેશો વચ્ચેઆ તંત્રને વધુ મજબૂત કરવા સંમત થયા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અનેતેમના જર્મન સમકક્ષ બોરિસ પિસ્ટોરિયસે, પ્રાદેશિકમુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને તેમની પ્રાથમિકતાઓ શેર કરી હતી. બોરિસ પિસ્ટોરિયસ સાથેની ટેલિફોનિક વાતચીતનીમાહિતી શેર કરતાં રાજનાથ સિંહે કહ્યું કે, જર્મનીના સંરક્ષણપ્રધાન બોરિસ પિસ્ટોરિયસ સાથે તેમની ફળદાયી ચર્ચા થઈ. અમે પ્રાદેશિક મુદ્દાઓ અને અમારીસહિયારી પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી. અમે ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ સહયોગને વધુમજબૂત કરવા માટે પણ સંમત થયા છીએ.બોરિસ પિસ્ટોરિયસ, જૂનમહિનામાં ભારતની ચાર દિવસની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પણતેમણે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ