ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભારત અને જર્મનીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના ભયંકર અને દુ:ખદ માનવતાવાદી પરિણામો સહિતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

ભારત અને જર્મનીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના ભયંકર અને દુ:ખદ માનવતાવાદી પરિણામો સહિતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
ગઈકાલે નવી દિલ્હીમાં 7મી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ બાદ સંયુક્ત નિવેદનમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરૂપ વ્યાપક, ન્યાયી અને સ્થાયી શાંતિની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો.
સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ આતંકવાદ અને તમામ પ્રકારના હિંસક ઉગ્રવાદની પણ ટીકા કરી હતી. ભારત અને જર્મનીએ સમૃદ્ધિ અને સુરક્ષા તેમજ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ઈન્ડો-પેસિફિકના મહત્વ પર ભાર મૂક્યો હતો.
બંને નેતાઓએ યુરોપિયન સંઘ અને ભારત વચ્ચે વ્યાપક મુક્ત વેપાર કરાર, રોકાણ સંરક્ષણ કરાર અને ભૌગોલિક સંકેતો પરના કરારના નિર્ણાયક મહત્વ પર ભાર મૂક્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ