ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 25, 2024 7:25 પી એમ(PM)

printer

ભારત અને જર્મનીએ આજે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવામાટે ગ્રીન હાઈડ્રોજનથી લઈને ઈનોવેશન અને ટેક્નોલોજી સુધીના અનેક એમઓયુ અને કરારોપર હસ્તાક્ષર કર્યા છે

ભારત અને જર્મનીએ આજે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવામાટે ગ્રીન હાઈડ્રોજનથી લઈને ઈનોવેશન અને ટેક્નોલોજી સુધીના અનેક એમઓયુ અને કરારોપર હસ્તાક્ષર કર્યા છે. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની ઉપસ્થિતીમાં એમઓયુ અને કરારોની આપ-લે કરવામાં આવી હતી.બંને દેશોએ ગુનાહિત બાબતોમાં પરસ્પર કાનૂની સહાયતા સંધિમાટેના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા. ભારત અને જર્મનીએ કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિકશિક્ષણ અને તાલીમના ક્ષેત્રમાં સહકાર અંગેના કરાર થયા હતા.રોજગાર અને શ્રમ, અદ્યતન સામગ્રી પર સંશોધન અને વિકાસ અને ગ્રીન અર્બન મોબિલિટી પાર્ટનરશિપના ક્ષેત્રોમાંઉદ્દેશ્યની ત્રણ સંયુક્ત ઘોષણાઓનું પણ આદાન-પ્રદાન કર્યું. સંયુક્ત નિવેદનમાં, પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને પગલે શાંતિપુનઃસ્થાપિત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.  ભારત અનેજર્મની વચ્ચે દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, જટિલઅને ઉભરતી તકનીકો, કૌશલ્ય વિકાસ અને નવીનતાના ક્ષેત્રોમાં સહકાર સ્થાપિતકરવાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર્સ અને સ્વચ્છ ઊર્જા જેવા ક્ષેત્રોમાંસહયોગ વધુ મજબૂત બનશે. શ્રી. મોદીએ સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારાની જરૂર છે.  જર્મનચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું કે, જર્મની યુરોપિયન યુનિયનમાં ભારતનું સૌથી મહત્વપૂર્ણવેપારી ભાગીદાર બની ગયું છે અને તે આર્થિક સહયોગને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધછે.   બંને નેતાઓએઅગાઉ હૈદરાબાદ હાઉસ ખાતે સીઈઓ ફોરમમાં હાજરી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તારણધીર જયસ્વાલે કહ્યું કે ભારતની વિકાસગાથા અને જર્મનીની ટેકનોલોજી અને બિઝનેસએકબીજાના પૂરક છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ