ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 1, 2024 6:30 પી એમ(PM)

printer

ભારત અને ચીને લદ્દાખમાં અંકુશ રેખા નજીક પેટ્રોલિંગ શરૂ કર્યું

ભારત અને ચીને લદ્દાખમાં અંકુશ રેખા નજીક પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ભારતીય સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર દેમચોક વિસ્તારમાં બંને દેશોના લશ્કરી દળો વચ્ચે થયેલા ઘર્ષણના સાડા ચાર વર્ષ બાદ અહીં ફરી પેટ્રોલિંગ શરૂ કરાયું છે. દેપસાંગ વિસ્તારમાં પણ સૈન્ય તૈનાત કરાશે.  બંને દેશોના સૈન્ય વચ્ચે થયેલી વાટાઘાટો બાદ ગત માસમાં આ સમજૂતિ પર સહમત સધાઈ.ગઈકાલે દિવાળી પ્રસંગે ભારત અને ચીનના સૈનિકોએ સરહદીય વિસ્તારની વિવિધ ચેક પોસ્ટ પર મીઠાઈની આપ – લે કરી હતી.  બંને સૈન્ય વચ્ચે ગત 22મી તારીખે સમજૂતી વાટાઘાટોની શરૂઆત થઈ હતી. જે બાદ બંનેસૈન્યએ ડેપસાંગ અને દેમચોક વિસ્તારમાં હંગામી તંબુઓ અને માળખા તોડી પાડ્યા હતા.સમજૂતી મુજબ ભારત અને ચીન સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવા સહમત થયા હતા.  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ