ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે રમતના અંતે ભારતે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. ભારતીય ટીમ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 310 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 474 રન કર્યા હતા. સૌથી વધુ 140 રન સ્ટિવ સ્મિથે કર્યા હતા. ભારત તરફથી જસપ્રિત બુમરાહે 4 અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ લીધી હતી.
ભારતીય ટીમ આજે ભૂતપુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘને શ્રધ્ધાંજલિ અર્પિત કરતા હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી. બંને ટીમોએ પાંચ મેચની શ્રેણીમાં એક-એક મેચ જીતી છે, જ્યારે એક મેચ ડ્રો ગઈ છે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 7:43 પી એમ(PM) | બોર્ડર-ગાવસ્કર ટ્રોફી