ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થઇ ત્યારે ભારતે પાંચ વિકેટે 164 રન કર્યા હતી.ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે.. અગાઉ ભારત તરફથી નબળી શરૂઆત રહી હતી કેપ્ટન રોહિત શર્મા ત્રણ રન પર આઉટ થયો હતો જ્યારે કે એલ રાહુલ 24 , ઓપનર યશશ્વી જયસ્વાલ 82 અને વિરાટ કોહલી 36 રન તેમજ આકાશદીપ શૂન્ય રને આઉટ થયો હતો.. યશશ્વી જયસ્વાલ અને કોહલી વચ્ચે સદીની ભાગીદારી થઇ હતી.. હજુપણ ભારત ઓસ્ટ્રેલિયાથી 310 રન પાછળ છે.
આજના બીજા દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 474 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી.. બૂમરાહે ચાર વિકેટ ઝડપી હતી.
Site Admin | ડિસેમ્બર 27, 2024 2:42 પી એમ(PM) | ઋષભ પંત