મલેશીયાના કુઆલાલંપુરમાં રમાઈ રહેલી અંડર-19 મહિલા વિશ્વકપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુપર સિક્સની અંતિમ મેચમાં ભારતીય ટીમનો સામનો સ્કોટલેન્ડ સામે થઈ રહ્યો છે.સ્કોટલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.ભારત તરફથી ગોંગાડી ત્રિશા અને જી.કમાલિનીએ ઝડપી શરૂઆત અપાવી છે.છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 20 ઓવરમાં 1 વિકેટે 208 રન થયા છે.પુરુષ ક્રિકેટમાં, ભારત આજે ગુજરાતના રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે.આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે.
Site Admin | જાન્યુઆરી 28, 2025 1:58 પી એમ(PM) | ત્રીજી ટી-20મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી ટી-20મેચ રાજકોટમાં રમાશે
